Monday, July 7, 2014

મોદી પછી બીજા નંબરે કોણ? આ મહિને મળી જશે જવાબ

હાલમાં એનડીએ સરકારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિઃશંકપણે પ્રથમ ક્રમે છે. જોકે, બીજા ક્રમ પર કોણ છે. તે અંગે ખેંચતાણ ચાલી રહી છે. આ અંગે નાણાપ્રધાન અરૂણ જેટલી અને ગૃહપ્રધાન રાજનાથસિંહ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. એક મહિનામાં માલૂમ પડી જશે કે સરકારમાં બીજા ક્રમ પર કોણ છે.

મોદી પછી બીજા નંબરે કોણ? આ મહિને મળી જશે જવાબ

શા માટે ઊભી થઈ ચર્ચા?

ગૃહપ્રધાન રાજનાથસિંહે ગયા અઠવાડિયે તેમની પ્રથમ પત્રકાર પરિષદ ભરી. જેમાં દિલ્હીમાં ડૂંગળીના ભાવોને નિયંત્રણમાં લેવાની વાત કરી ઉપરાંત શાકભાજી વેંચતી મોબાઈલ વાન્સની સંખ્યા વધારવાની પણ જાહેરાત કરી. બીજા જ દિવસે નાણાપ્રધાન અરૂણ જેટલીએ આ અંગે પત્રકાર પરિષદ કરી. તેઓ પત્રકારો સાથે વાતચીત કરે, તે સ્વાભાવિક હતું. કારણ કે તેઓ આ માટે જવાબદાર પણ હતા. તે સમયે તેમણે કહ્યું હતું કે, રાજનાથસિંહ ખેડૂત નેતા છે અને એનડીએના કાર્યકાળ દરમિયાન કૃષિપ્રધાન પણ રહી ચૂક્યા છે. જો કે તેનાથી ચર્ચા શરૂ થઈ ગઈ કે મોદી સરકારમાં બીજા ક્રમે કોણ છે. ?




બંને નેતાઓ શું દલીલો આપે છે, વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.

No comments:

Post a Comment