Monday, July 28, 2014

સીબીઆઇ ગૂગલ મેપિંગની તપાસ કરશે

વર્ષ ૨૦૧૩માં 'મેપાથોન’ નામની હરીફાઇ યોજવા બદલ સીબીઆઇએ ઇન્ટરનેટ ક્ષેત્રની અગ્રણી કંપની ગૂગલ સામે પ્રાથમિક તપાસ હાથ ધરી છે. ગૂગલ ઉપર આરોપ મુકાયો છે કે તેણે યોજેલી હરીફાઇમાં દેશના પ્રતિબંધિત સંવેદનશીલ વિસ્તારો અને સંરક્ષણ ક્ષેત્રોને નકશામાં દર્શાવ્યા હતા અને આ રીતે કંપનીએ તેને લગતાં કાયદાનુ ઉલ્લંઘન કર્યુ છે.
સીબીઆઇ ગૂગલ મેપિંગની તપાસ કરશે 
ફેબ્રુઆરી-માર્ચ ૨૦૧૩માં હરીફાઇ યોજતા પહેલા ગૂગલે સરવે ઓફ ઇન્ડિયા પાસેથી મંજૂરી મેળવી નહોતી. આ હરીફાઇમાં લોકોને તેમની અડોશ-પડોશના વિસ્તારો ખાસ કરીને હોસ્પિટલ અને રેસ્ટોરન્ટ અંગે જાણકારી આપવા માટે જણાવવામાં આવ્યું હતું. Read More..

No comments:

Post a Comment