Tuesday, July 29, 2014

કાશ્મીરઃ ઇદની નમાજ પછી ઇઝરાયેલ વિરુદ્ધ પ્રદર્શન, પોલીસ પર પથ્થરમારો

જમ્મૂ-કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં ઇદના દિવસે ગાઝા અને પેલેસ્ટાઇનીઓનું સમર્થન અને ઇઝરાયેલના હુમલાના વિરોધમાં હિંસક પ્રદર્શન કરવામાં આવ્યું. ઇદની નમાઝ પછી લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને વિરોધ કરવા લાગ્યા. કેટલાક વિસ્તારોમાં ઉગ્ર પ્રદર્શનકર્તાઓએ પોલીસ પર પથ્થર મારો કર્યો અને પરિસ્થિતિને કાબૂમાં લાવવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા.
કાશ્મીરઃ ઇદની નમાજ પછી ઇઝરાયેલ વિરુદ્ધ પ્રદર્શન, પોલીસ પર પથ્થરમારો
કાશ્મીરમાં પ્રદર્શન   
 
પોલીસે જણાવ્યું હતું કે, ઇદની નમાજ પછી તરત જ ગાઝાના સમર્થનમાં શ્રીનગરના હૈદર પોરા અને મૌલાના આઝાદ રોડ પર કેટલાક ગુસ્સે થયેલા યુવાનોએ પથ્થરમારો શરુ કર્યો હતો. બારામૂલા જિલ્લાના સોપોર શહેર, અનંતનાગ જિલ્લાના જંગલાત મંડી વિસ્તાર અને શોપિયાં શહેરમાં પણ પ્રદર્શન થયા હતા. 
 

No comments:

Post a Comment