Friday, November 8, 2013

દૂધના રાજકારણમાં ઉભરો: દૂધસાગર ડેરીમાંથી રાજીનામું આપીશ: વિપુલ

- દૂધસાગર ડેરીમાંથી રાજીનામું આપીશ, પણ ફેડરેશનનું પદ નહીં છોડું
- દૂધ મંડળીના મહોત્સવમાં વિપુલ ચૌધરીએ પરથી ભટોળને ટાર્ગેટ કર્યા
- ફેડરેશનના ચેરમેન ચૌધરી સામે અવિશ્વાસની દરખાસ્ત બાદ સહકારી રાજકારણ ગરમાયું
 
ખેરાલુ તાલુકાના વિઠોડામાં ગુરુવારે યોજાયેલા દૂધ મંડળીના સુવર્ણ જયંતી મહોત્સવમાં ગુજરાત મિલ્ક ફેડરેશનના ચેરમેન વિપુલ ચૌધરીએ જો પરથીભાઇ ભટોળ દૂધસાગર ડેરીનું ચેરમેન પદ સંભાળી શકતા હોય તો હું પદ છોડવા તૈયાર છું, પણ ગુજરાત મિલ્ક ફેડરેશનનું પદ કોઇપણ સંજોગોમાં નહીં છોડું તેવો હુંકાર કર્યો હતો. તેમના આ નિવેદને સહકારી અગ્રણીઓમાં વમળ પેદા કર્યા છે.
 
વિઠોડા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સુવર્ણ જયંતી મહોત્સવ પ્રસંગે ખાસ ઉપસ્થિત રાજ્યના આરોગ્ય મંત્રી પરબતભાઇ પટેલને ઉદ્દેશીને બોલતાં ગુજરાત મિલ્ક ફેડરેશનના ચેરમેન વિપુલભાઇ ચૌધરીએ ને જો પરથીભાઇ ભટોળ દૂધસાગર ડેરીનું ચેરમેન પદ સંભાળી શકતા હોય તો હું સાગર ડેરીમાંથી રાજીનામું આપવા તૈયાર છું. પરંતુ મિલ્ક ફેડરેશનનું પદ કોઇપણ સંજોગોમાં નહીં છોડું અને ઉર્મેયુ હતું કે અવિશ્વાસની દરખાસ્ત રાજ્યના મિલ્ક ફેડરેશનમાં આવી છે અને મિડિયા સાગર ડેરીને ટાર્ગેટ બનાવી રહ્યું છે. જેથી આપણે જાગૃત રહેવું પડશે તેમ જણાવી તેમણે મિડિયા પર આકરા પ્રહારો કર્યા હતા.
 
વધુ જાણકારી માટે કરો આગળ ક્લિક..

No comments:

Post a Comment