Friday, November 29, 2013

ચીન સામે ભારત ઘૂંટણીયેઃ અરુણાચલના બદલામાં અક્સાઈ ચીન સોંપવા તૈયાર?

ચીન સાથેના સંબંધોને લઈ ભારતીય વિદેશ મંત્રાલય જે પ્રકારનું વલણ દાખવી રહી છે, તેને જોતા એવા સવાલો ઉઠી રહ્યા છે કે શું ભારત ચીન સામે ઘૂંટણીયે પડવા તૈયાર થઈ ગયું છે ? કારણ કે અરૂણાચ
લ પ્રદેશના મુદ્દે ભારત ચીનના દબાણ સામે ભારત ઝૂકી રહ્યુ છે.
અંગ્રેજી ટેબ્લોઈડ ‘મેલ ટૂડે’માં પ્રકાશિત થયેલા અહેવાલમાં જણાવાયુ છે કે ભારતીય વિદેશ મંત્રાલય અરૂણાચલ પ્રદેશને ભારતીય ભૂમિભાગ રૂપે ચીનની માન્યતા અપાવવા માટે એટલું અધીરૂં બન્યુ છે કે તેના બદલામાં અક્સાઈ ચીન પરથી ભારત પોતાનો દાવો છોડવા તૈયાર હોવાના સંકેતો આપ્યા છે. એટલે કે જો ચીન અરૂણચલ પ્રદેશ પરથી પોતાનો દાવો છોડી દે, તો ભારત અક્સાઈ ચીન પર પણ આવું કરવા તૈયાર છે, જો કે આ ફોર્મ્યૂલા હજુ વિદેશ મંત્રાલયા ટેબલ પર જ છે. સરકારના ટોચના મંત્રીઓએ આ અંગે હજુ સુધી કોઈ ચર્ચા કરી નથી.
આગળ વાંચોઃ વર્ષોથી ચાલી રહ્યો છે બંન્ને દેશો વચ્ચે સરહદ વિવાદ, અત્યાર સુધીની વાતચીતો રહી છે નિષ્ફળ

No comments:

Post a Comment