Saturday, November 2, 2013

હિંમત હોય તો મોદી મારી સાથે ચર્ચા કરી જુએઃ સિબ્બલ

કેન્દ્ર સરકારના કાયદાપ્રધાન કપિલ સિબ્બલે ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને પડકાર્યા છે. તેમણે આરોપ મુક્યો હતો કે, મોદી દેશ માટે કોઈ વિઝન ધરાવતા નથી અને તેમની પાસે કોઈ આયોજન નથી. તેઓ માત્ર મંચ પરથી ભાષણ કરી શકે છે, પત્રકાર પરિષદ ભરીને સવાલોનો સામનો પણ નથી કરી શકતા. 
 
સિબ્બલે કહ્યું હતુંકે તેમને ગુજરાતી નથી આવડતી, પરંતુ અંગ્રેજી અને હિન્દીમાંથી ગમે તે ભાષામાં ગમે તે વિષય પર ગમે તે જગ્યાએ ચર્ચા કરવા તેઓ તૈયાર છે. મોદીને તેઓ પડકારશે. મોદીની પસંદગીના સમય અને સ્થળે ચર્ચા કરવાની સિબ્બલે તૈયારી દાખવી હતી. 
 
સિબ્બલના કહેવા પ્રમાણે, મોદી વ્યક્તિગત મુદ્દાઓ પર વાત કરે છે. તેમનું ભાષણ માત્ર એક જ રાજ્ય પર કેન્દ્રિત હોય છે. મોદી પર ટોણો મારતા સિબલે એક શેર પઢ્યો હતો, 'દોપહર તક સારે બજારમાં મેં જૂઠ બીક ચૂકા થા, હમ શામ તક સચ કી દુકાન લગાયે થે, લેકિન કોઈ ખરીદનેવાલા નહીં થા'
 
ભાજપે કેવી રીતે આપ્યો જવાબ, વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.

No comments:

Post a Comment