Monday, November 18, 2013

સચિન રમેશ તેંડુલકર કેવી રીતે બન્યો સૌથી નાની વયનો અને પહેલો 'ભારત રત્ન' ખેલાડી

લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે ભારત સરકારે ક્રિકેટના અણમોલ રતન સચિન તેંડુલરને દેશના સર્વોચ્ચ સન્માન 'ભારત રત્ન'થી સન્માનીત કરવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી અનેક સિદ્ધિઓ અને સન્માન મેળવનાર કરોડો દિલોના આ રાજાને આગામી 26 જાન્યુઆરીએ ભારત રત્નથી સન્માનીત કરાશે. અત્યાર સુધીના ભારતના ઈતિહાસમાં સચિન એકમાત્ર એવો ખેલાડી હશે કે જેને ભારત રત્ન પ્રદાન કરાશે. તો સાથે જ ભારત રત્નથી સન્માનીત થનારો તે સૌથી નાની વયનો વ્યક્તિ પણ બનશે.
ભારતીય જનતા પાર્ટીએ સચિનને ભારત રંત મામલે કોંગ્રેસ પર મતોના રાજરાકારણનો આરોપ લગાવ્યો છે. પક્ષના નેતા રવિશંકર પ્રસાદે  સરકાર સામે સવાલ કર્યો છે કે અટલ વાજપેયીને ભારત રત્ન કેમ નહીં? તેમણે કહ્યું કે અમે સચિનનું સન્માન કરીએ છીએ પણ વાજપેયીને કેમ આ સન્માન આપવામાં આવ્યું નથી?


કેન્દ્ર સરકારે સચિન તેંડુલકરને ભારત રત્નથી સન્માનીત કરવાનો નિર્ણય તો ખૂબ પહેલા જ કરી દીધો હતો, પરંતુ તેની જાહેરાત જ કરવાની બાકી હતી. પરંતુ ક્રિકેટના ભગવાનની અંતિમ ટેસ્ટ અને તે દરમિયાનમાં દેશમાં તેના પ્રત્યે જોવા મળેલા સમર્થનને જોતા સરકારે શનિવારે જ જાહેર કરી દીધું કે સચિનને ભારત રત્ન એનાયત કરાશે.

સચિનને અંતિમ વખત મેદાન પર રમતો નિહાળવા પહોંચેલા રાહુલ ગાંધી જ્યારે સચિનની બેટિંગ નિહાળી દિલ્હી પરત ફર્યા ત્યારથી જ આ અંગેની જાહેરાતની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. સરકારના કેટલાક અધિકારીઓ છેલ્લા 24 કલાકથી આ જ કામમાં રોકાયેલા હતા. એક ઉચ્ચ સ્તરીય સ્ક્રિનીંગ કમિટીએ સચિનને ભારત રત્ન આપવા બાબતે પોતાની ભલામણ વડાપ્રધાનને સોંપી દીધી હતી. 8 નવેમ્બરે કોંગ્રેસની કોર કમિટીની બેઠકમાં પણ આ અંગે ચર્ચા થઈ હતી. પરંતુ તેમાં પણ જાહેરાત આટલી વહેલી કરવા પર કોઈ ચર્ચા કરવામાં આવી ન હતી.
આગળ વાંચોઃ સરકારને યોગ્ય સમયની હતી પ્રતિક્ષા, ભાજપે લગાવ્યો કોંગ્રેસ પર આરોપ

No comments:

Post a Comment