Monday, November 18, 2013

બિહારીઓના પ્રેમના કારણે હું આજે જીવિત છું:મોદીએ પહેરી લીધી ટોપી

- બિહારીઓના પ્રેમના કારણે હું આજે જીવિત છું : મોદી
- બિહાર-ગુજરાત મૈત્રી સંઘનો સાંસ્કૃતિક મહોત્સવ પ્રસંગે મોદીનું સંબોધન
- પટનામાં સભા સમયે થયેલા બોમ્બ વિસ્ફોટના મુદ્દે બિહારવાસીઓની ભરપૂર પ્રશંસા કરી
- પટના વિસ્ફોટના મુદ્દે બિહારવાસીઓની પ્રશંસા


તાજેતરમાં જ પટણા ખાતેની સભા દરમિયાન થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટની ઘટનાના પરિપ્રેક્ષ્યમાં બિહારવાસીઓ, તેમની એક સમાજ તરીકેની શક્તિની પ્રશંસા કરતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ લાગણીસભર અવાજમાં રવિવારે કહ્યું હતું કે, બિહારી લોકોના પ્રેમના કારણે આજે તેઓ જીવિત છે.

બિહાર-ગુજરાત મૈત્રી સંઘ(બીગમાસ) દ્વારા 'છઠ મહાપર્વ’ અને ગુજરાતી 'નૂતનવર્ષ’ની સંયુક્ત ઉજવણી નિમિત્તે યોજવામાં આવેલા 'બિગમાસ સાંસ્કૃતિક મહોત્સવ ૨૦૧૩’ પ્રસંગે ગુજરાતમાં સ્થાયી થયેલા બિહારીઓને સંબોધતાં તેમણે કહ્યું હતું કે, સમાજ અને વ્યક્તિની શક્તિ શું છે તેનો પરિચય અસમાન્ય, વિપરીત અને સંકટના સમયમાં તેમની વર્તણૂક પરથી થાય છે અને ૨૭મી ઓક્ટોબરે પટનામાં જે થયું તે જોઈ હું સ્પષ્ટપણે કહી શકું કે તમારા પ્રેમના કારણે આજે તમારી સામે હું જીવતો ઊભો છું.

લોકો વિકાસ ઝંખે છે, વિભાજન નહીં, 'બીગમાસ’થી 'બિગબોસ’ યાદ આવે છે, પરિવર્તનનો આરંભ બિહારથી થશે’ આ વાંચવા માટે આગળ ક્લિક કરો..

No comments:

Post a Comment