Thursday, November 28, 2013

નકલી પાસપોર્ટ કેસમાં આતંકી અબુ સલેમને સાત વર્ષની સજા

2001 નક્લી પાસપોર્ટ કેસમાં અંડરવર્લ્ડ ડોન અબુ સલેમને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.  હૈદરાબાદની વિશેષ સીબીઆઈ કોર્ટે 18 નવેમ્બ્રના રોજ બંન્ને પક્ષની દલિલો પૂર્ણ થયા બાદ અબુ સલેમને દોષિત ઠેરવતા આજ સુધી ચૂકાદો અનામત રાખ્યો હતો. આજે કોર્ટની કાર્યવાહી શરૂ થતા જ ન્યાયાધિશે સલેમના ગુનાની ગંભીરતાને જોતો તેને સાત વર્ષની જેલની સજા ફટકારી છે.
ઉલ્લેખનીય છે કે 2001માં અબુ સલેમે આંધ્ર પ્રદેશના કર્નૂલમાંથી રામિલ કામિલ મલીકના બનાવટી નામે પાસપોર્ટ બનાવ્યો હતો. તેણે ખોટા પ્રમાણપત્રો અને ખોટી જન્મ તારીખ રજૂ કરી કુલ ત્રણ પાસપોર્ટ મેળવ્યા હતા, જેમાં તેની પત્ની સમીરા અને ગર્લફ્રેન્ડ અને અભિનેત્રિ મોનિકા બેદીના પાસપોર્ટનો પણ સમાવેશ થાય છે. આ કેસમાં કુલ પાંચ આરોપીઓ છે જેમાંથી ત્રણ હજુ પણ ફરાર છે.
કઈ-કઈ કલમો લગાવાઈ
કલમ 120-બી: ગુનાહિત ષડ્યંત્ર
કલમ 419 અને 468: છેતરપિંડીના ઉદેશ્યથી કોઈને ફસાવવું
કલમ 471: બનાવટી દસ્તાવેજોનો અસલી તરીકે ઉપયોગ કરવો
આગળ વાંચોઃ સલેમ 1993ના મુંબઈ હુમલાનો આરોપી, 2005માં પ્રત્યર્પણ સંધિ દ્વારા પોર્ટુગલથી તે ભારત લવાયો હતો

No comments:

Post a Comment