Friday, November 29, 2013

ગોવા જવા તેજપાલ રવાના, પોલીસ કરશે ધરપકડ?

તરૂણ તેજપાલ બપોરની ફ્લાઈટમાં ગોવા જવા રવાના થયા હતા. તે સમયે તેમના પત્ની ગીતમ બત્રા, એક પુત્રી, ભાઈ મિન્ટી તેજપાલ સાથે આવ્યા હતા. આ ફ્લાઈટ બપોરે અઢી કલાકે દિલ્હીથી રવાના થઈ હતી અને સાંજે પાંચેક વાગ્યા આસપાસ ગોવા પહોંચશે. દિલ્હી એરપોર્ટ પર પત્રકારોને જોઈને તરૂણ તેજપાલ શરૂઆતમાં ગિન્નાયા હતા. પછી સ્વસ્થતા ધારણ કરી હતી અને કહ્યું હતું કે, તેમને સમન્સ મળ્યા છે અને ગોવા જઈ રહ્યાં છે. તેજપાલ અને તેના પરિવારજનોના ચહેરા પર તણાવ સ્પષ્ટ જોઈ શકાતો હતો. બપોરે અઢી વાગ્યા સુધી ધરપકડ ન કરવાની ગોવા પોલીસે રાહત આપી હતી. ગોવા પોલીસે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચને સાથે રાખીને શુક્રવારે સવારે તેજપાલના ઘર પર રેડ કરી હતી. 
 
તરૂણ તેજપાલના વકીલોએ શુક્રવારે સવારે ગોવા મેજીસ્ટ્રેટ કોર્ટ સમક્ષ વચગાળાના જામીન માટે અરજી કરી હતી. આ અરજીને મંજૂર કરવામાં આવી હતી અને બપોરે અઢી વાગ્યા સુધી તેજપાલની ધરપકડ ન કરવા ગોવા પોલીસને નિર્દેશ આપવામાં આવ્યો છે. 
 
શુક્રવારે સવારે દિલ્હી પોલીસ સાથે ગોવા પોલીસે દિલ્હીના લિન્કરોડ તથા જંગપુરા એક્સટેનશન સ્થિત ઘરો પર રેડ કરી હતી. પરંતુ કશું મળ્યું ન હતું. પોલીસે લગભગ પોણા બે કલાક સુધી ઘરની તપાસ કરી હતી, પરંતુ ત્યાંથી તેજપાલના સગડ મળ્યા ન હતા. 
 
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તેજપાલના પરિવારજનો તપાસમાં સહયોગ નથી આપી રહ્યાં. તેઓ તેજપાલ અંગે કોઈ માહિતી નથી આપી રહ્યાં. પોલીસને એવી માહિતી મળી છે કે, સામાન્ય પત્રકાર તરીકે કારકિર્દી શરૂ કરનાર તરૂણ તેજપાલ હિમાચલ પ્રદેશ તથા ઉત્તરાખંડમાં પણ સંપત્તિઓ ધરાવે છે. તેજપાલ હિમાચલ ફરાર થઈ ગયો છે. 
 
શું થયું ગુરૂવારની સવારે, વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો

No comments:

Post a Comment