Saturday, November 2, 2013

ત્યારે કપિલ દેવને માંગવી પડી હતી દાઉદ ઈબ્રાહિમની માફી!

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર દિલીપ વેંગસરકરે મેચ ફિક્સિંગને લઈને કરેલા ધડાકામાં કહ્યું છે કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ શારજહામાં એક મેચ પહેલા ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં આવ્યો હતો અને તત્કાલીન ભારતીય સુકાની કપિલ દેવને મળ્યો હતો અને મેચ ફિક્સિંગ માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે, તેવી વાતથી રોષે ભરાયેલા કપિલ દેવે તેને ડ્રેસિંગરૂમમાંથી હાંકી કાઢ્યો હતો.
 
પરંતુ ભારતને પ્રથમ વર્લ્ડકપ જીતાડનારા સુકાની કપિલ દેવે વેંગસરકરના આ દાવાને ફગાવી દીધો છે અને કહ્યું છે કે જેણે પણ આવો દાવો કર્યો છે તે ખોટું બોલી રહ્યો છે. હું ક્યારેય દાઉદને કે પછી અન્ય કોઈ બૂકીને મળ્યો નથી.
 
જોકે, થોડા સમય પહેલા જ એક ખાનગી સમચારા ચેનલે વર્ષ 2000માં તહેલકા દ્વારા કરવામાં આવેલા એક સ્ટિંગ ઓપરેશનના ફૂટેજ લાઈવ કર્યા હતા. જેમાં ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર અને હાલમાં જાણીતા કોમેન્ટેટર રવિ શાસ્ત્રીએ પણ તે સ્ટિંગ ઓપરેશનમાં કેવી રીતે દાઉદ ઈબ્રાહિમ ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં આવી ગયો હતો તે ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો.
 
આગળ ક્લિક કરો અને જાણો, શું કહ્યું હતું તે સ્ટિંગ ઓપરેશનમાં રવિ શાસ્ત્રીએ...

No comments:

Post a Comment