Saturday, November 16, 2013

મેદાનમાં આવ્યો ક્રિકેટનો ભગવાન, વિશ્વ થંભ્યુ-વાનખેડે વાયબ્રન્ટ

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે બીજી ટેસ્ટ
- પ્રથમ દાવમાં વેસ્ટ ઈન્ડીઝ 182 રનમાં ઓલ આઉટ, કિરોન પોવેલના 48 રન
- પ્રજ્ઞાન ઓઝાનો તરખાટ, લીધી પાંચ વિકેટ, અશ્વિનને પણ મળી 3 સફળતા
- 200મી ટેસ્ટ રમી સચિને રચ્યો ઈતિહાસ, બેટિંગમાં આવ્યો ત્યારે વિન્ડીઝે આપ્યું ગાર્ડ ઓફ ઓનર
- દિવસના અંતે ભારત - 157/2, સચિન તેંડુલકર 38 અને ચેતેશ્વર પૂજારા 34 રને રમતમાં


મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ ગુરૂવારે બપોરે ટી બ્રેક બાદ ત્યારે આખી દુનિયાની નજર તેના પર અટકી હતી કેમ કે ત્યારે બેટિંગમાં આવ્યો હતો ક્રિકેટનો ભગવાન સચિન તેંડુલકર. સવારે જ્યારે સુકાની ધોનીએ ટોસ જીતીને વેસ્ટ ઈન્ડીઝને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું ત્યારે સચિનના ચાહકો નિરાશ થયા હતા. પરંતુ જાણે ભારતીય બોલરોએ નક્કી કર્યું હોય કે મેચના પ્રથમ દિવસે જ સચિનને બેટિંગની તક આપવી છે તેમાં વેસ્ટ ઈન્ડીઝની ટીમને ટી બ્રેક પહેલા જ 182 રનમાં તંબૂ ભેગી કરી દીધી હતી.
 
ત્યારબાદ ભારતીય ટીમના બન્ને ઓપનરો શિલિંગફોર્ડની એક જ ઓવરમાં આઉટ થઈ ગયા બાદ વાનખેડે સ્ટેડિયમ અચાનક જ વાઈબ્રન્ટ બની ગયું હતું. જેવો મુરલી વિજય આઉટ થયો તે સાથે જ મેદાનમાં સચિન-સચિનની બૂમો શરૂ થઈ ગઈ હતી. ભારતે 77 રનના સ્કોર પર પોતાના બન્ને ઓપનરો ગુમાવી દીધા હતા. સચિન જ્યારે ક્રિઝ પર પહોંચ્યો ત્યારે વેસ્ટ ઈન્ડીઝની ટીમે તેને માન આપતા તેને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું.

No comments:

Post a Comment