Monday, November 18, 2013

અરમાન-તનિષા છે એકબીજાના પ્રેમમાં: 'બાલિકાવધૂ'નો ધડાકો

એક્સ 'બાલિકાવધૂ' પ્રત્યુષા બેનર્જી 'બિગ બોસ'ના ઘરમાંથી નીકળી ગઈ છે. ઘરમાં પ્રત્યુષાને 'બચ્ચી' કહીને બોલાવવામાં આવતી હતી. પ્રત્યુષાએ કહ્યુ હતુ કે ઘરમાં તે સૌથી નાની હતી અને તે ઘણી જ પ્રાઈવેટ પર્સન છે. તેના અંગત જીવનમાં ઘણાં જ ઓછા મિત્રો છે.
 
અચાનક તે એવા લોકોની વચ્ચે આવી ગઈ હતી, જેને તે જીવનમાં ભાગ્યે જ મળી હતી. બધા જ લોકો તેનાથી મોટી ઉંમરના હતાં. આ વાત તેના માટે થોડી ભયંકર હતી. જોકે, તેણે આ પડકાર સ્વીકારી લીધો હતો. તે ઘરની બહાર વધારે સ્ટ્રોંગ બનીને નીકળી છે. 
 
પ્રત્યુષાએ ઘરમાં સારા મિત્રો પણ બનાવ્યા છે. કામ્યા પંજાબી, અરમાન કોહલી, તનિષા અને એઝાઝ ખાન...
 
ઘરમાંથી સારી યાદો લઈને પ્રત્યુષાને બહાર નીકળી છે. પ્રત્યુષા કહે છે કે તે ઘરમાં સતત કેમેરાની આસપાસ રહી છે. હવે, નોર્મલ લાઈફમાં પાછી ફરવા માંગે છે. ઘરમાં પ્રત્યુષા પોતનો ફોન નંબર પણ ભૂલી ગઈ હતી.
 
દિવ્યભાસ્કરડોટકોમે પ્રત્યુષા સાથે ખાસ વાત કરી હતી. પ્રત્યુષાએ તનિષા અને અરમાન અંગે શું કહ્યું, જાણવા માટે કરો આગળની તસવીરો પર ક્લિક...

No comments:

Post a Comment