Wednesday, November 27, 2013

ધવનના ધમાકામાં વિન્ડીઝ ધ્વસ્ત, ધોનીસેનાએ જીતી શ્રેણી

અંતિમ અને નિર્ણાયક વનડેમાં ભારતે વેસ્ટ ઈન્ડીઝને 5 વિકેટે પરાજય આપ્યો
- ભારતે ત્રણ વનડે મેચની શ્રેણી પર 2-1થી કબ્જો જમાવ્યો
- મેન ઓફ ધ મેચ શિખર ધવનના 119 રન, યુવરાજ સિંહે ફટકાર્યા 55 રન
- વિરાટ કોહલી બન્યો મેન ઓફ ધ સીરિઝ


મેન ઓફ ધ મેચ ઓપનર શિખર ધવનની ધમાકેદાર સદી અને યુવરાજ સિંહની અડધી સદીની મદદથી ભારતે અંતિમ અને નિર્ણાયક વનડેમાં વેસ્ટ ઈન્ડીઝને કચડીને ત્રણ વનડે મેચની શ્રેણી જીતી લીધી છે. કાનપુર ખાતે રમાયેલી ત્રીજી મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડીઝને 5 વિકેટે પરાજય આપીને શ્રેણી પર કબ્જો જમાવ્યો. ભારતે 2-1થી આ શ્રેણી જીતી લીધી છે.
 
ગ્રીન પાર્ક સ્ટેડિયમ ખાતે ભારત પાસેથી પ્રથમ બેટિંગનું આમંત્રણ મળ્યા બાદ વેસ્ટ ઈન્ડીઝ ટીમે કિરન પોવેલ અને માર્લોન સેમ્યુઅલ્સની અડધી સદીઓ બાદ અંતિમ ઓવરોમાં ડેરેન બ્રાવો અને ડેરેન સેમ્મીએ કરેલી આક્રમક બેટિંગની મદદથી કેરેબિયન ટીમે 50 ઓવરમાં 5 વિકેટે 263 રનનો સ્કોર નોંધાવ્યો હતો. 264 રનના લક્ષ્યાંકને પાર પાડવા માટે મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમે શિખર ધવનની આક્રમક સદી અને યુવરાજ સાથે નોંધાવેલી સદીની ભાગીદારીની મદદથી આસાનીથી પાર પાડ્યો હતો. ભારતે 46.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 23 બોલ બાકી રાખતા મેચ જીતી લીધી હતી.
 
- વિન્ડીઝની ઈનિંગ્સ
 
કાનપુરના ગ્રીન પાર્ક મેદાન પર સુકાની ધોનીએ ટોસ જીતીને કેરેબિયન ટીમને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. પરંતુ તેની શરૂઆત સારી નહોતી રહી અને પાંચમી ઓવરમાં જ ઓપનર જોન્સન ચાર્લ્સ ક્લીન બોલ્ડ થઈને પેવેલિયન ભેગો થયો હતો. પરંતુ બાદમાં પોવેલ (70) અને સેમ્યુઅલ્સે (71) બાજી સંભાળી હતી અને ટીમના સ્કોરને આગળ ધપાવ્યો હતો.


No comments:

Post a Comment