Thursday, November 7, 2013

જેઠવા હત્યાકેસ: દીનુ બોઘાની ધરપકડઃ મૃતકનાં પરિવારની 3 વર્ષ બાદ દિવાળી
ધરપકડ ટાળવા ફરતા દીનુ બોઘાને સુપ્રીમ કોર્ટે સીબીઆઈ સામે હાજર થઈ જવાનું ફરમાન કર્યું હતું
આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવા કેસમાં ભાજપના સાંસદને દિલ્હીથી પકડી લઈ અમદાવાદ લવાયા


આઈટીઆઈ એકિટવિસ્ટ અમિત જેઠવા હત્યાકેસમાં આખરે સીબીઆઈ દ્વારા મંગળવારની સાંજે દિલ્હી ખાતે ભાજપના સાંસદ દિનુ બોધાની ધરપકડ કરવામાં આવી હતી, બુધવારે સીબીઆઈ દ્વારા કોર્ટમાં રજૂ કરી અમદાવાદ લઈ જવા માટે ટ્રાન્ઝિકટ રિમાન્ડની માગણી કરતા બે દિવસના રિમાન્ડનો હુકમ કરવામાં આવ્યો હતો. દિનુ બોઘા સુપ્રીમ કોર્ટના આદેશને કારણે મંગળવારના દિલ્હી ખાતે સીબીઆઈ સામે હાજર થયા હતા જ્યાં તેમની સાત કલાકની લાંબી પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

૨૦ મી જુલાઈ ૨૦૧૦ના રોજ ગુજરાત હાઈકોર્ટની બરાબર સામે રાતના સાડા આઠ વાગ્યાના સુમારે અમિત જેઠવાના ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ મામલે સોલા પોલીસમાં ગુનો નોંધાયા હતો, બાદમાં આ કેસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો, જેમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દિનુ બોઘાના ભત્રીજા શિવા સોંલકી અને એક પોલીસ કોન્સ્ટેબલ સહિ‌ત છ લોકોની ધરપકડ કરી હતી.

જો કે અમિત જેઠવા પિતા ભીખાભાઈ જેઠવા આ તપાસથી નારાજ હતા તેમનો આરોપ હતો કે અમિત દિનુ બોઘાના ગેરકાયદે ખનન સામે આઈટીઆઈ કરતો હતો, તેમજ ગુજરાત હાઈકોર્ટમાં પણ અરજી કરી હોવાને કારણે આ હત્યા દિનુ દ્વારા કરવામાં આવી છે. આ તપાસ બાદ સુરેન્દ્રનગરના એસપી રાઘવેન્દ્ર વત્સને સોંપવામાં આવી, પણ તેમણે ક્રાઈમ બ્રાન્ચને તપાસને યોગ્ય ઠેરવી તેમાં કઈ પણ નવું કર્યુ ન્હોતું.
આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ

No comments:

Post a Comment