Tuesday, November 12, 2013

નરેન્દ્ર મોદીએ છંછેડ્યો વધુ એક ‘મધપુડો’, આ વખતે ‘મૌલાના’નો મુદ્દો!

ખાસ પરિવાર’ના ન હોવાથી મૌલાનાનું અસ્તિત્વ ભૂંસાયું
બ્લોગ પર નરેન્દ્ર મોદીના નિવેદનના કારણે વિવાદ


દેશની આઝાદીના લડવૈયાઓમાંથી સરદાર વલ્લભભાઈ પટેલ જેવા દિગ્ગજ નેતાઓની આઝાદી પછી કોંગ્રેસે સતત ઉપેક્ષા કરી હોવાના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનાં નિવેદનોનો વિવાદ તો હજુ શમ્યો નથી ત્યાં સોમવારે પોતાના બ્લોગ પર મૌલાના આઝાદ અને આચાર્ય કૃપલાણીજી જેવા દિગ્ગજ નેતાઓની જન્મજયંતી નિમિત્તે આ નેતાઓ એક 'ખાસ પરિવાર’ના સભ્ય ન હોવાના કારણે તેમના નામ જનમાનસમાંથી ભૂંસી નાંખવામાં આવ્યા હોવાના મોદીના નિવેદને નવો વિવાદ સજ્ર્યો છે.

મૌલાના આઝાદ અને આચાર્ય કૃપલાણીની સવાસોમી જન્મજયંતી નિમિત્તે સ્મરણાંજલિ આપતાં પોતાના બ્લોગમાં મોદીએ આ બંને મહાનુભાવોના યોગદાનની રૂપરેખા આપતાં મોદીએ એવો પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો કે, શું આ મહાનુભાવો કોઈ ખાસ પરિવારમાંથી આવતા નહોતા માત્ર એ જ કારણસર તેમનું અસ્તિત્વ જનમાનસમાંથી ભૂંસી કાઢવું જોઈએ અને તેમને ઓછા યાદ કરવા જોઈએ?
આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ

No comments:

Post a Comment