Tuesday, November 19, 2013

પેરિસઃ અખબારના ફોટોગ્રાફર માટે નોકરીનો પ્રથમ દિવસ જ બન્યો ઘાતકી

પેરિસમાં સોમવારે એક અખબારના ફોટોગ્રાફર માટે નોકરીનો પ્રથમ દિવસ જ ઘાતકી સાબિત થયો હતો. લિબરેશન નામના અખબારની ઓફિસમાં 27 વર્ષીય ફોટોગ્રાફરે પ્રવેશ કર્યો ત્યારે તે કંઈ પણ સમજે તે પહેલા શોટગન લઈને ઉભેલા એક શખ્સે તેના પર ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં ફોટોગ્રાફરને બે ગોળી વાગી હતી અને તેની સ્થિતિ ગંભીર હોવાનું જણાયું છે.

અખબારના ડેપ્યુટી એડિટર ફ્રાન્કોસીસ સાર્જન્ટે ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે, ફોટોગ્રાફની પ્રથમ શીફ્ટ હોઈ તે સોમવારે હાજર થયો હતો અને ત્યારે જ કોઈ શખ્સે તેને ગોળી મારી હતી. ગોળી વાગવાને કારણે ફોટોગ્રાફર રિસેપ્શન પાસે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. તેની હાલત પણ ગંભીર હોવાનું જણાય છે. હુમલા પાછળનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.

લિબરેશન અખબારના ફોટોગ્રાફર ઉપર હુમલો કર્યા બાદ આ જ શખ્સે નજીકમાં આવેલી સોસાઈટ જનરલી બેન્કના હેડક્વાર્ટરને પણ નિશાન બનાવ્યું હતું અને ત્યાં ખુલ્લેઆમ કેટલાક રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું સ્થાનિક મીડિયાના અહેવાલમાં જણાવાયું છે.
પેરિસમાં એક સપ્તાહ કરતા ઓછા સમયમાં ફાયરિંગની બીજી ઘટનાથી ખળભળાટ, શંકાસ્પદ શખ્સને શોધવા પોલીસનું મેગા ઓપરેશન, વધુ અહેવાલ વાંચવા તસવીર આગળ સ્ક્રોલ કરો..

No comments:

Post a Comment