Wednesday, November 27, 2013

દીકરીને કઢંગી હાલતમાં જોઇ એટલી હદે ઉશ્કેરાઇ ગયો કે હત્યા કર્યા બાદ આખું ગળું કાપી નાખ્યું

- રાજેશ તલવારે પહેલાં ગોલ્ફ સ્ટીકથી કર્યો હુમલો, પછી નિર્દયી રીતે કાપ્યાં બંન્નેના ગળાં
- બંન્ને કાન સુધી ગળાના કાપા પરથી હત્યા કરી હોવાનું સાબિત થયું
- રુમમાંથી મળેલી દારુની બોટલ પર રાજેશ તલવારના નિશાન હતાં

- એફએસએલના ડેપ્યુટી ડાયરેક્ટર ડૉ. દાહિયાના 12 પાનાના રિપોર્ટ આધારે તલવાર દંપતીને થઇ સજા

દેશમાં ચકચાર જગાવનાર આરુષિ હત્યા કેસમાં ગુજરાત ફોરેન્સિક લેબોરેટરીના ડેપ્યુટી ડાયરેક્ટરના રિપોર્ટની મહત્વની ભુમિક રહી હતી. 12 પાનાનાં આ રિપોર્ટમાં એવા તથ્યો સાથેના કારણો રજુ કરાયાં કે જેના આધારે સીબીઆઇ કોર્ટ તલવાર દંપતીને આજીવન કેદની સજા ફટકારી છે.

માત્ર ફોટોગ્રાફ્સ અને તલવાર હાઉસની મુલાકાત આધારે ક્રાઇમ સીન એનાલિસિસ કરીને ડૉ.મોહિન્દરસિંઘ દહિયાએ એ વાતને સાબિત કરી દીધી હતી કે, પહેલાં આરુષિ અને હેમરાજને લોખંડની ગોલ્ફ સ્ટીક મારીને બેહોશ કરી દેવાયાં હતાં ત્યાર બાદ સર્જીકલ નાઇફથી નિર્દયી રીતે બંન્નેના ગળા કાપી નંખાયા હતાં.

બંનેની લાશના ગળાના કાપા પરથી હત્યા થઇ હોવાનું જાણવા મળ્યું હતું. એટલુ જ નહીં રાજેશ તલવારે અન્ય કોઇએ હત્યા કરી હોવાનું સાબિત કરવા માટે હેમરાજની લાશને બેડકવરમાં લપેટીને આગાશી પર લઇ ગયો ત્યારે લાશના લોહીના નિશાન સીડી પર રહી ગયાં હતાં. તેના આધારે આખીયે હત્યાનો ભેદ ખુલ્યો હતો અને લાશને સગેવગે કરી હોવાનું ડૉ.દહિયાએ સાબિત કરી દેખાડ્યુ હતું.

No comments:

Post a Comment