Tuesday, November 12, 2013

અ'વાદમાં સાંઈની ગંગાનું ઘર સીલ, સીમકાર્ડ- કોરા ચેક મળ્યાં

સુરત પોલીસનું સર્ચ ઓપરેશન, ગંગાના ઘરેથી મળ્યા સીમ કાર્ડ અને કોરા ચેક
સુરત પોલીસે કરી શોધખોળ, પુરાવા મળે તેવી શકયતા
જમુના હજી પણ ફરાર, ગંગાના પતિ સાથે પોલીસનું સર્ચ ઓપરેશન જારી


નારાયણ સાંઇની પાપલીલાની ભાગીદાર મનાતી મહિલા સાધિકા ગંગા અત્યારે સુરત પોલીસના કબજામાં છે, ત્યારે હવે સાંઇ વિરોધી પુરાવા એકઠા કરવા પોલીસ સક્રિય બની છે. આજે અમદાવાદમાં ચાંદખેડા સ્થિત ગંગાના નિવાસસ્થાને પોલીસે દરોડા પાડ્યા હતા. જ્યાં સુરત પોલીસને મજબૂત પુરાવા હાથ લાગ્યા છે. તપાસ દરમિયાન પોલીસને સીમકાર્ડ અને સાંઇની સહીવાળા કોરા ચેક મળ્યા છે. ચાંદખેડા વિસ્તારમાં વિસત પેટ્રોલપંપ પાસે હિમાલયા એપાર્ટમેન્ટ સ્થિત ગંગાના ઘરને અત્યારે સુરત પોલીસે સીલ કરી દીધું છે.

આજે સવારે દસ વાગ્યાના સુમારે સુરત અને અમદાવાદ પોલીસે સંયુક્ત પણે ચાંદખેડામાં આવેલા ગંગાના નિવાસસ્થાને દરોડા પાડ્યાં હતાં. પોલીસ સુત્રોના મતે, ગંગા હાલમાં સુરત પોલીસના સકંજામાં છે, ત્યારે રિમાન્ડમાં તે એક પછી એક સાંઇના રાઝ ખોલી રહી છે.

જમનાના કુખે સાંઇના પુત્રે જન્મ લીધો છે, તેવુ એક રાઝ પણ ગંગાએ પોલીસ સમક્ષ ખોલ્યું છે. પોલીસનું માનવું છે કે, ગંગા સાંઇ વિશે ઘણુ બધું જાણે છે, પણ તે પોલીસને સાથ સહકાર આપતી નથી. આમ છતાંયે આજે બાતમી મળતાં જ સવારે અગિયાર વાગ્યે પોલીસની એક ટુકડી ગંગાના ચાંદખેડા ખાતે આવેલા મકાનમાં પહોંચીને શોધખોળ કરી હતી.

આગળ વાંચોઃ સાંઈની અનેક મિલકતો ગંગાના નામે, નારાયણ સાંઈની અંગત સાધિકા જમના હજી પણ ફરાર

No comments:

Post a Comment