Wednesday, November 13, 2013

ફિલિપાઈન્સના વાવાઝોડામાં જેલની દિવાલ તોડીને કેદીઓ ભાગ્યા

ફિલિપાઈન્સમાં વાવાઝોડાને પગલે એકતરફ તબાહીનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમાં નજર કરો ત્યાં લાશો ખડકાયેલી જોવા મળી રહી છે. હૈયાન વાવાઝોડાએ વેરેલા વિનાશથી ભારે નુકસાન થયું હોવાનો અંદાજ છે પરંતુ જો આ વાવાઝોડાથી કેટલાક લોકોને લાભ પણ થયો છે. ફિલિપાઈન્સના ટેક્લોબાન ખાતેની પ્રોવિન્સીયલ જેલની દિવાલ તોડીને કેટલાક કેદીઓ ભાગી ગયા હતા.

ફિલિપાઈન્સની સેનાના બ્રિગેડીયર જનરલ વિર્ગીલો સ્પીનેલીએ જણાવ્યું કે ટાક્લોબાનની પ્રાંત જેલની દિવાલ તોડીને કેટલાક કેદીઓ ભાગી ગયા હતા. સુરક્ષા ગાર્ડ્સે ભાગી રહેલા કેદીઓને અટકાવવા માટે ફાયરિંગ કર્યું હતું જેને પગલે થોડા કેદીઓ પરત આવી ગયા હતા પરંતુ કેટલાક કેદીઓ ભાગવામાં સફળ રહ્યા હતા.

No comments:

Post a Comment