Friday, November 8, 2013

કૈયલમાં માનતાના ગરબા અને ફૂલોનો વિશાળ ગરબો આકર્ષણનું કેન્દ્ર

કૈયલમાં માનતાના ગરબા અને ફૂલોનો વિશાળ ગરબો આકર્ષણનું કેન્દ્ર 
-બાધા- માનતા પૂર્ણ કરવા ગામલોકો માદરે વતનમાં ઊમટી પડયા હતા
 
કડી તાલુકાના કૈયલ ગામમાં બેસતા વર્ષ અને ભાઇબીજની પરંપરાગત ઊજવણી કરાઇ હતી. જેમાં ફૂલોનો ભવ્ય મોટો અને પહોળો ગરબો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
 
કૈયલમાં પ૦ વર્ષ જૂની પરંપરા મુજબ બેસતા વર્ષ અને ભાઇબીજે વેરાઇ માતાના ગરબા કાઢવામાં આવ્યા હતા. રાસ-ગરબાનું પણ આયોજન કરાયું હતું. આ પ્રસંગે ગામને રોશનીથી શણગારાયું હતું. બાધા- માનતા પૂર્ણ કરવા માટે ખૂણે ખૂણેથી ગામલોકો માદરે વતનમાં ઊમટી પડયા હતા. જેમાં એનઆરઆઇ પરિવારો પણ હતા. વેરાઇ માતાનો ફૂલોનો ગરબો અને માનતાના ગલુડીયા રૂપી ગરબાની વિદાય વખતે આખું ગામ નાત જાત ભૂલીને ચોકથી માતાજીના મંદિર સુધી સ્ત્રીઓ અને પુરુષોએ લાઇનમાં ઉભા રહી એક હાથમાંથી બીજાના હાથમાં ગરબા આપ્યા હતા.

No comments:

Post a Comment