Tuesday, November 19, 2013

પત્નીને કેક ખવડાવી સચિને કરી જીતની શાનદાર ઉજવણી

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર માટે શનિવારનો દિવસ બેવડી ખુશીનો રહ્યો. એક બાજુ તેને ટીમ ઈન્ડિયા વિજયી ભેટ આપી તો બીજી બાજુ ભારત સરકારે તેને દેશના સર્વોચ્ચ સન્માન 'ભારત રત્ન'થી નવાજ્યો છે. ભારતે વેસ્ટ ઈન્ડીઝને બીજી ટેસ્ટ મેચમાં એક દાવ અને 126 રને પરાજય આપ્યો અને સચિનને એક વિજયી ભેટ આપી.
 
મેચ બાદ સચિન તેંડુલકરે એક કેક કાપી હતી અને ખુશીની ઉજવણી કરી હતી. સચિને કેક કાપીને સૌથી પહેલા પોતાની પત્ની અંજલીને ખવડાવી હતી. આ પહેલા સચિનની નિવૃત્તિથી તમામ લોકો ભાવુક બન્યા હતા અને સચિને જ્યારે ઈમોશનલ ફેરવેલ સ્પીચ આપી ત્યારે ત્યાં હાજર તમામ લોકો રડી પડ્યા હતા. અંજલી, સારા અને અર્જુન તેંડુલકર પણ તેમના આંસુઓ રોકી શક્યા નહોતા.
 
મેચ પૂરી થયા બાદ ટ્વિટર પર સચિનને શુભેચ્છા સંદેશો આવ્યા હતા. ઘણા દિગ્ગજોએ પોતાની ટ્વિટર પર સચિન સાથેની તેમની જૂની યાદો વાગોળી હતી અને તેની તસવીરો શેર કરી હતી.
 
આગળ ક્લિક કરો અને તસવીરોમાં જુઓ, કેવી રીતે કેક કાપીને કરી સચિને જીતની ઉજવણી

No comments:

Post a Comment