Tuesday, November 12, 2013

બિગ બોસ:સોફિયા પર નાનપણમાં અંકલે કર્યો'તો બળાત્કાર!

વી રિયાલિટી શો 'બોગ બોસ-7'ની સ્પર્ધક સોફિયા હયાત તેની હોટ બોડી માટે જાણીતી છે. સોફિયા તે લોકો માટે પ્રેરણાદાયી બની છે કે જે લોકો બાળપણમાં ચાઇલ્ડ એબ્યૂઝનો શિકાર બન્યાં છે. મોડલમાંથી એક્ટ્રેસ બનેલી સોફિયાનું જીવન હચમચાવી દે તેવી ઘટના સાથે જોડાયેલું છે.

સોફિયા કહે છે, જ્યારે તે નાની હતી ત્યારે તેના એક અંકલે તેની પર રેપ કર્યો હતો. આ ઘટનાને ભૂલાવી આ 38 વર્ષીય એક્ટ્રેસે ઘણુ સ્ટ્રગલ કર્યું છે અને તેના માટે ખરેખર ગર્વ લેવું જોઇએ. આ અભિનેત્રી ચાઇલ્ડ એબ્યુઝના શિકાર લોકો માટે પ્રેરણાદાયી છે. જીવનની કોઇ ઘટના તેમને સફળ થવા માટે ન રોકી શકે તે સોફીયા જોડે શિખવા જેવું છે.

સોફિયાનો જન્મ એક પરંપરાવાદી મુસ્લિમ પરિવારમાં થયો હતો. સોફિયાને તેના પરિવાર તરફથી કોઇપણ પ્રકારનો સપોર્ટ મળ્યો નહતો. બાળપણમાં તેની સાથે બનેલી આ ઘટના ખરેખર હચમચાવી દે તેવી હતી.

જુઓ સોફિયાની unseen તસવીરો..

No comments:

Post a Comment