Thursday, November 7, 2013

ગત રવિવારે દેશભરમાં દિવાળીની ધામધૂમ પૂર્વક અને ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી, તો બોલિવૂડમાં આમિરની પાર્ટી ચર્ચાનો વિષય બની હતી. આમિરે બાન્દ્રા સ્થિત પોતાના ઘરે શાનદાર પાર્ટી આપી હતી. આ ઘરમાં તે ચાલુ વર્ષે જ રહેવા આવ્યો છે.તેનું એક ઘર પાલીહિલ વિસ્તારમાં પણ છે, પરંતુ આ ઘરને નવી રીતે સજાવવામાં આવી રહ્યું છે. આમિરની પાર્ટીમાં ટોચના બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી.
 
આમિરની આ પાર્ટીમાં અનુષ્કા શર્મા,અનુરાગ કશ્યપ,નવાઝુદ્દીન સિદ્દીકી, વિધુ વિનોદ ચોપરા, જેકીશ્રોફ, સિદ્ધાર્થ રોય કપૂર, વિદ્યા બાલન, અનિલ કપૂર,પત્ની સુનિતા સાથે આશુતોષ ગોવારિકર અને પત્ની અવંતિકા સાથે ઈમરાન ખાન પણ પહોંચ્યા હતાં.આમિરની આ પાર્ટીમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર પુત્રી ઈરા હતી,તે સાડીમાં બેહદ ખૂબસૂરત લાગી રહી હતી.
 
આમિરની દિવાળી પાર્ટી પર કરો એક નજર...

No comments:

Post a Comment