Wednesday, November 13, 2013

સચિનના સન્માનનો વિરોધ, ટિકિટોની વહેંચણીનો થયો ફિયાસ્કો

ઓનલાઈન ટિકિટોની વહેંચણી કરી સાઈટ ઠપ, આમ આ
દમી પાર્ટીનો ક્લબને સચિનનું નામ આપવા સામે વિરોધ

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ગુરૂવારથી શરૂ થઈ રહેલી બીજી ટેસ્ટ મેચ સચિન તેંડુલકરની કારકિર્દીની 200મી અને અંતિમ ટેસ્ટ મેચ છે. જેને લઈને ઘણો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ટેસ્ટ મેચ પહેલા સોમવારના રોજ મુંબઈ ક્રિકેટ એસોસિયેશન (એમસીએ) દ્વારા સચિનનું સન્માન કરવામાં આવ્યું હતું. 
 
સચિનના સન્માનમાં એમસીએના કાંદિવલી ક્લબને સચિન તેંડુલકરનું નામ આપવામાં આવ્યું. આ ક્લબનું નામ હવે સચિન તેંડુલકર જીમખાન ક્લબ રાખવામાં આવી છે. સચિન આ સન્માન મળવાથી ઘણો જ લાગણીશીલ બન્યો છે. સચિને કહ્યું હતું કે હું જ્યારે અંદર આવ્યો ત્યારે મને એક અલગ જ લાગણી થઈ હતી. 
 
પરંતુ આમ આદમી પાર્ટી (એએપી)ના કાર્યકરોએ આનો વિરોધ કર્યો છે. આને લઈને એએપીના મુંબઈના કન્વેનર પંકજ ભાર્ગવે કાંદિવલીમાં જ્યાં આ ફંક્શન રાખવામાં આવ્યું હતું ત્યા જઈને તેનો વિરોધ કર્યો હતો. એએપીના મુંબઈના ખજાનચી સુરેશ આચાર્યએ કહ્યું હતું કે કાળા પટ્ટા પહેરીને શાંતિપૂર્વક તેનો વિરોધ કર્યો હતો પરંતુ પોલીસ અમને ત્યાંથી ઉઠાવીને લઈ ગઈ હતી.
 
વાનખેડે ખાતે ટિકિટોની મારામારી
 
આ ઉપરાંત સચિન તેંડુલકરની અંતિમ મેચની ટિકિટોના વેચાણને લઈને પણ ક્રિકેટપ્રેમીઓમાં રોષની લાગણી ફેલાયી છે. ટિકિટોની યોગ્ય વહેંચણી થઈ ના હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ટિકિટો માટે સમર્થકો ભાગદોડ કરી રહ્યા છે અને લગભગ પાંચ હજાર પ્રેક્ષકો સોમવારે મુંબઇ ક્રિકેટ એસોસિયેશન (એમસીએ)ની ઓફિસે ટિકિટ ખરીદવા માટે પહોંચી ગયા હતા. ત્યારબાદ પોલીસનો ઉપયોગ કરવામાં આવ્યો અને તેમને વેરવિખેર કરી દેવામાં આવ્યા હતા. આ ટેસ્ટ માટે સામાન્ય પ્રેક્ષકો માટે માત્ર ત્રણ હજાર ટિકિટ મળશે. ૧૫૦૦ ટિકિટો વિશેષ રહેશે જેની કિંમત ૧૦ હજાર રૂપિયાની રહેશે. 
 
આગળ ક્લિક કરો અને જાણો, કેવી રીતે ક્રેશ થઈ ગઈ ટિકિટોનું વેચાણ કરતી સાઈટ અને સચિનની અંતિમ વનડેને લઈને અન્ય કેટલીક બાબતો.

No comments:

Post a Comment