Tuesday, November 19, 2013

પતિ-સસરાના કામી પરાક્રમોથી ગભરાયેલી જાનકીએ છોડ્યું હતું ઘર

નારાયણની પત્ની જાનકીની સુરત પોલીસ દ્વારા પુછપરછ

- સીઆરપીસી મુજબ વોરન્ટ ઇસ્યુ કરી નિવેદન આપવા બોલાવાઇ


દુષ્કર્મ કેસમાં નાસતા ફરી રહેલા નારાયણ સાંઇની પત્ની જાનકીનું સુરત પોલીસ દ્વારા નિવેદન લેવાયું છે. જાનકીને પોલીસ સમક્ષ હાજર થવા વોરન્ટ મોકલવામાં આવ્યું હતું. જાનકીએ સુરતમાં કોઇ અજ્ઞાત સ્થળે એસીપી શોભા ભુતડાને પોતાનું નિવેદન આપ્યું હતું. જોકે, જાનકીના નિવેદનની વિગતો આપવાનો પોલીસે ઇન્કાર કર્યો હતો.

શહેરના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં આસારામના પુત્ર નારાયણ સાંઇ ઉર્ફે મોટા ભગવાન વિરૂધ્ધ શહેરની યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા નારાયણ સાંઇ પલાયન થઇ ગયો છે. પોલીસની ધરપકડ ટાળવા માટે ફાંફા મારી રહેલા નારાયણ સાંઇને ચારે તરફથી ઘેરવાની વ્યુહ રચનાના ભાગ રૂપે સુરત પોલીસ દ્વારા નારાયણ સાંઇની પત્ની જાનકીને સીઆરપીસી ૧૬૦ મુજબ વોરન્ટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું.

વોરન્ટ મળતાની સાથે જ નારાયણ સાંઇની પત્ની જાનકી સુરત પોલીસ સમક્ષ નિવેદન આપવા માટે હાજર થઇ હતી. સુરતના ડીસીપી શોભા ભુતડા સહિ‌ત મહિ‌લા પોલીસની ઉપસ્થિતિમાં જાનકી નારાયણ સાંઇએ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. નારાયણ સાંઇની સાથે જાનકીના લગ્ન થયા ત્યારથી લઇને અત્યાર સુધીના સમયગાળા સુધીની વાતને નિવેદનમાં વણી લેવામાં આવી છે. નારાયણ સાંઇનું લગ્ન અને ત્યાર બાદ તેના વર્તન અંગેની વિગતોની પણ પોલીસે ઝીણવટભરી માહિ‌તી મેળવી છે. નારાયણ સાંઇની પત્નીનું નિવેદન લેવાયા બાદ પોલીસ દ્વારા હવે શું કાર્યવાહી કરવામાં આવશે તેના પર બધાની નજર મંડાયેલી છે.

જાનકીના ૧૯૯૬માં લગ્ન થયા હતા

No comments:

Post a Comment