Thursday, November 28, 2013

બિગ બોસઃ અરમાન રડ્યો, કુશાલે પીવું પડ્યું ગંદુ પાણી!

ટીઆરપી કે લિયે કુછ ભી કરેગા...! 'બિગ બોસ' ન થાય એટલું ઓછું...! દર્શકોનો રસ જળવાઈ રહે તે માટે થઈને કંઈ ને કંઈ ગતકડાં કરે છે. 
 
આ અઠવાડિયે 'બિગ બોસ'એ લક્ઝરી બજેટમાં 'કભી હા કભી ના' ટાસ્ક આપવામાં આવી હોય છે. આ ટાસ્ક હેઠળ ઘરના સભ્યોને બે ટીમમાં વહેંચી દેવામાં આવ્યા હોય છે. હુકૂમત ટીમ અને વિરોધ ટીમ. હુકૂમત ટીમમાં સોફિયા, એન્ડી, સંગ્રામ, એજાઝ અને સોફિયા છે, તો વિરોધી ટીમમાં અરમાન, ગૌહર, કામ્યા અને કુશાલ છે. 
 
આ ટાસ્ક હેઠળ હુકૂમત ટીમે વિરોધી ટીમને અલગ અલગ કાર્યો આપશે, જે તેમણે કરવાના રહેશે. જો વિરોધી ટીમ કાર્ય કરવાની ના પાડે તો હુકૂમત ટીમને પોઈન્ટ્સ મળે. 
 
સૌ પહેલાં હુકૂમત ટીમ અરમાનને તડકામાં શિર્ષાસન અડધો કલાક સુધી કરવાનું કહે છે. જોકે, વિરોધી ટીમે આટલા ટાઈમ સુધી શિર્ષાસન કરવાની ના પાડી દીધી. અંતે સમય ઘટાડીને 12 મિનિટનો કરવામાં આવ્યો હતો. જોકે, અરમાન આ ટાસ્ક કરવામાં નિષ્ફળ જાય છે. 
 
પછી કુશાલને હેવન(કૂતરા)ના બાઉલમાં જે પાણી હોય તે પીવાનું કહેવામાં આવે છે. વિરોધી ટીમ આ વાતને અમાનવીય ગણાવે છે. જોકે, કુશાલ પાણી પીવા તૈયાર થઈ જાય છે અને તે પાણી પણ પી જાય છે. 
 
કુશાલ બાદ કામ્યાને 10 મિનિટની અંદર પાંચ કાચા કારેલા ખાવાનું કહેવામાં આવે છે. કારેલા ખાતા સમયે તેણે મંકી સૂટ પહેરવાનો હોય છે. જોકે, કામ્યા માત્ર બે જ કારેલા ખાઈ શકે છે. 
 
ત્યારબાદ કુશાલ અને અરમાનને પુશ-અપ પોઝિશનમાં 10 મિનિટ સુધી બેલેન્સ રાખવાનું કહેવામાં આવે છે. જોકે, બે મિનિટ બાદ અરમાન નીચે પડી જાય છે. તેને હાથમાં વાગ્યું હોય છે. અરમાન ટાસ્કમાં નિષ્ફળ ગયો હોવાથી રડવા લાગે છે. 
 
ટાસ્ક દરમિયાન હુકૂમત અને વિરોધી ટીમ વચ્ચે ઉગ્ર દલીલો થાય છે. બંને ટીમો પોતાની વાત સાચી ઠરાવવાનો પ્રયાસ કરે છે.
 
તસવીરોમાં જુઓ ટાસ્ક દરમિયાન ઘરના સભ્યોએ શું કર્યું..

No comments:

Post a Comment