Wednesday, November 27, 2013

રૈનાના રંગ: પાકિસ્તાનને બેશરમ કહેવાથી લઈ અનુષ્કા સાથે અફેર

ટીમ ઈન્ડિયાના સ્ટાર સુરેશ રૈનાનો આજે 27મો જન્મ દિવસ છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના રહેનારો રૈના અવાર નવાર ટીકાકારોના નિશાના પર રહેતો હોય છે. ખરાબ ફોર્મ છતાં તેની અકડ ક્રિકેટપ્રેમીઓને અકળાવે છે.
 
રૈના ભલે હાલમાં ફોર્મમાં ના હોય પરંતુ તે જ્યારે પોતાની લયમાં હોય છે ત્યારે તેને રોકવો મુશ્કેલ બની જાય છે. શોર્ટ બોલ સામે તેની નબળાઈને થોડા સમય માટે ભૂલી જવામાં આવે તો તેની બેટિંગ ફૂલ એન્ટરટેન્મેન્ટ છે. પરંતુ તેની આ જ નબળાઈ તેને ભારે પડી રહી છે. મોટા ભાગના બોલરો તેની આ નબળાઈ જાણી ગયા છે. જોકે, લાંબા છગ્ગા મારવા અને વિકેટ પર ઝડપથી દોડવું તેની આગવી ખાસિયત છે. આ ઉપરાંત ચુસ્ત ફિલ્ડિંગ પણ તેને ટીમમાં રાખવા માટે વધારે મદદરૂપ થઈ છે.
 
રૈનાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી આસાન નથી રહી. ગાઝિયાબાદના મુરાદાનગરમાંથી આવનારા રૈનાએ ભારતીય ટીમમાં સ્થાન બનાવવા માટે ઘણો સંઘર્ષ કર્યો હતો. એક વખત પસંદગી થયા બાદ પણ ટીમમાં પોતાનું સ્થાન બનાવવા માટે તેને પાંચ વર્ષ લાગ્યા હતા.
 
આજે અમે તેના જન્મ દિવસ નિમિત્તે બતાવી રહ્યા છીએ રૈનાની અંગત અને પ્રોફેશનલ જિંદગી સાથે જોડાયેલી ખાસ વાતો.
 
આગળ ક્લિક કરો અને તસવીરોમાં જાણો, પાકિસ્તાનને બેશરમ કહેવાથી લઈને અનુષ્કા સાથેના અફેર સુધી રૈનાની કહાની.

No comments:

Post a Comment