Thursday, November 28, 2013

CCTV ફૂટેજ : પીડિતાને લિફ્ટમાં ખેંચે છે તેજપાલ, બે મિનિટ બાદ યુવતી કપડાં ઠીક કરતી ભાગે છે

તેજપાલે દિલ્હી હાઈકોર્ટમાંથી આગોતરા જામીન અરજી પાછી ખેંચી

મહિલા પત્રકાર પર યૌન શોષણના આરોપોમાં ફસાયેલા તહેલકાના સંપાદક તરૂણ તેજપાલની મુશ્કેલીઓમાં વધારો થવાની સંભાવના છે. ગોવા પોલીસે હોટેલમાંથી મેળવેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરતાં પીડિતાએ કહેલી વાતો સાચી હોવાનું જણાવ્યું હોવાની વિગતો મળી રહી છે.
ફૂટેજની તપાસ કરી રહેલી ટીમના એક સદસ્યએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે જે લિફ્ટમાં કથિત રીતે આ ઘટના બની હતી તેની બહર લગાવેલા સીસીટીવી ફૂટેજ પીડિતાના બયાનને સમર્થન કરે છે. આ ફૂટેજ તેજપાલની મુસીબતોમાં વધારો કરી શકે છે. પીડિતાએ બુધવારે મેજિસ્ટ્રેટ સામે પોતાનું બયાન આપ્યું હતું.

પોલીસ સામે હાજર નહીં થાય તેજપાલ

તહેલકાના સંપાદક તેજપાલ ધરપકડની બીકે આજે ગોવા પોલીસ સામે હાજર નહીં થાય. તેજપાલે આજે ત્રણ વાગ્યા સુધી ગોવા પોલીસ સામે હાજર થવાનું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેજપાલે પોલીસને એક પત્ર લખીને હાજર થવા માટે શનિવાર સુધીની સમય માગ્યો છે. આ કેસમાં પીડિત પત્રકાર મેજીસ્ટ્રેટ સામે નિવેદન આપી ચુકી છે, તેમજ ગોવા પોલીસ તેમની પૂછપરછ બાદ ધરપકડ કરી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ધરપકડની બીકે જ તેજપાલ આજે પોલીસ સમક્ષ હાજર થયા નથી. એવા પણ સમાચાર છે કે તરુણ તેજપાલે આગોતરા જામીન અરજી પાછી ખેંચી છે.
આગળ વાંચો, શું છે સીસીટીવી ફૂટેજમાં, ક્લિક કરો આગળની સ્લાઇડ

No comments:

Post a Comment